Posts

લગ્ન માટે પાત્ર પસંદગીમાં મૂંઝવતા પ્રશ્નો ભાગ-1

તરુણાવસ્થા દરમિયાન રહેલો તરવરાટ એ યુવાનીમાં સૌને એકવાર તો મૂંઝવણમાં મૂકે જ એવો પ્રશ્ન એટલે જીવનસાથીની પસંદગી... જ્યાં સુધી નિર્ણય લેવાય ના જાય ત્યાં સુધી કેટ કેટલીય શંકા કૂશંકા અને સલાહ સૂચનો અને આસપાસના સારા નરસા ઉદાહરણો મગજમાં ઘૂમ્યા કરે.! હવે આવી અલંકૃત ભાષાના પ્રયોગ વીના આવીએ સીધા મૂળ મુંઝવતા મુદ્દાઓ ઉપર લવ મેરેજ કરવાં જોઈએ કે એરેન્જ મેરેજ.? આનો સીધો જવાબ એ છે કે જો તમને લવ થયો હોય અને તમને જે વ્યક્તિને લવ થયો હોય તેમને પણ તમારા જોડે જ થયો હોય અને સહમત હોય ઉપરાંત તમે સાહસિક હોવ અને એક જવાબદાર વ્યક્તિ હોવ તો લવ મેરેજ કરવા જ જોઈએ.. અને હાં તમારો સ્વભાવ બીજા ઉપર જવાબદારી ઢોળી દેવાનો ના હોવો જોઈએ.. તો જ લવ મેરેજ કરવાં. બીજું એટલું કહેવા માંગીશ કે જો તમેં લવ મેરેજ કરવાનું વિચારી રહ્યાં હોવ તો બન્ને વ્યક્તિ એકબીજાની ક્ષમતા અને સહિષ્ણુતાથી અવગત હોવાં જોઈએ.! આ બાબતે અસ્પષ્ટ હોવાથી ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે, અને બીજું કે આ જમાનામાં આ બાબતે જાગૃત રહેવું પણ જરૂરી છે. કોઈ પોતાની ક્ષમતા ખોટી પણ રજૂ કરી શકે આપની સમક્ષ.! આ લવ મેરેજનો મોટો ગેરલાભ છે. માટે માત્ર આકર્ષણથી જ ત્વરિત નિર્ણય લે...

જીવનમાં પ્રેમ જરૂરી છે, પ્રેમનું પ્રદર્શન નહીં..!

આજે ત્રણ વર્ષ પહેલાની એક ઘટના અહીં તાજી કરવા માગું છું. અમેં દ્વારકાના દરિયા કિનારે સાંજે બેઠાં હતાં. સાંજનું ટાણુ હતું, ઘૂઘવતા સમુદ્રની લહેરો અને પવનની લહેરકીઓની મોજ માણી રહ્યા હતાં ત્યાં થોડી જ વારમાં એક પ્રેમી જોડું અમારી આગળ આવ્યું અને થોડે દુર જ્યાં લહેરો આવતી હતી ત્યાં આવીને પાણીમાં મજા મસ્તી કરી રહ્યું હતું.. એ એમની મસ્તીમાં હતા અને અમે અમારી. સૂર્યાસ્તનો સમય હતો, અમેં એ સોનેરી નજારો નિહાળવામાં વ્યસ્ત થઈ ગયા અને એ લોકો ફોટોગ્રાફીમાં મૂંઝાઈ ગયાં હતાં. મારું ધ્યાન પણ ક્યારેક એમની ફોટોગ્રાફી પ્રવૃત્તિમાં પડતું હતું.. બન્ને જણ અલગ અલગ પોઝ આપી એકબીજાના ફોટો ક્લિક કરતાં અને એ યાદગાર પળોને કેમેરામાં કેદ કરતાં હતાં. પછી બન્ને સેલ્ફી ક્લિક કરતાં હતાં એમાં મારાં ધ્યાનમાં આવ્યું કે સેલ્ફી ક્લિક કરતી વેળાએ એ બન્ને લોકો એકબીજાનો હાથ પકડી લેતાં, અને જેવો ફોટો ક્લિક કરી લે એટલે એકબીજાનો હાથ છોડી દેતા..!! પછી અંધારું થયું એટલે એ લોકો પણ બેસી ગયા અને ક્લિક કરેલા ફોટોઝ જોઈ રહ્યા હતા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં હતા. મેં પણ મારા ફોનમાં સોશિયલ મીડિયામાં એ લોકેશન પરની રિસેન્ટ પોસ્ટ જોવી શરૂ કરી...

માનવજાતે પશુઓ પાસેથી શીખવા જેવું..!

ખેતરમાં ઘણાં પશુઓ ચરતાં હતાં. એમાં કેટલાંક ઘેટાં બકરાં હતા તો કેટલીક ભેંસ અને ગાયો તથા કેટલાક બળદ અને ઊંટ પણ હતા. બધાં પશુઓમાંથી કેટલીક બકરીઓ દુબળી પણ હતી તો કેટલીક અપંગ પણ હતી. કેટલીક બકરીઓ કાળી હતી તો કેટલીક ધોળી અને કેટલીક કાબર-ચીતરી પણ હતી. કેટલીક ગાય રાતી હતી કેટલીક ધોળી પણ હતી. કેટલીક ભેંસ કાળી હતી તો કેટલીક ભુરી પણ હતી.  કેટલીક ભેંસ શીંગડે ખાંડી હતી તો કેટલીક પૂછડે બાંડી હતી. આમ દરેક પશુઓ વિભિન્ન હતાં છતાં એમને ચરવાની સંપૂર્ણ સ્વતંત્રતા અને સમાન તક હતી. કુદરતે દરેક પશુને પોતાના પેટ પ્રમાણે ક્ષમતા અને ચરવાની સમાન તક આપી હતી. આટલાં પશુઓમાં એકપણ પશુ પોતાના રંગભેદને લઈને ઝગડતાં નહતા. એકપણ પશુ પોતાની દુબળી પરિસ્થિતિ કે અપંગતા ને લઈને કુદરત પાસે વધુ માંગ કરતાં નહતા. એકપણ પશુ એકબીજાને વર્ણભેદને લીધે ઝગડતાં નહતા તથા તમે નીચ કે અમે ઊંચ એમ કહેતા નહતા. કોઈ અપંગ પશુ અન્ય પશુના ભાગનું માંગતા નહતા. કુદરતે દરેક જીવને પેટ આપ્યું છે તો દરેકને પેટ ભરવાની ક્ષમતા પણ આપી જ છે . જે આળસ કરશે તેને ઓછું મળશે જ્યારે વધુ મહેનત કરશે એમને પોતાની મહેનત પ્રમાણે વધુ મળે. મારા મતાનુસાર કથિત બુદ્ધિશાળી માનવજ...