Posts

Showing posts from December, 2021

લગ્ન માટે પાત્ર પસંદગીમાં મૂંઝવતા પ્રશ્નો ભાગ-1

તરુણાવસ્થા દરમિયાન રહેલો તરવરાટ એ યુવાનીમાં સૌને એકવાર તો મૂંઝવણમાં મૂકે જ એવો પ્રશ્ન એટલે જીવનસાથીની પસંદગી... જ્યાં સુધી નિર્ણય લેવાય ના જાય ત્યાં સુધી કેટ કેટલીય શંકા કૂશંકા અને સલાહ સૂચનો અને આસપાસના સારા નરસા ઉદાહરણો મગજમાં ઘૂમ્યા કરે.! હવે આવી અલંકૃત ભાષાના પ્રયોગ વીના આવીએ સીધા મૂળ મુંઝવતા મુદ્દાઓ ઉપર લવ મેરેજ કરવાં જોઈએ કે એરેન્જ મેરેજ.? આનો સીધો જવાબ એ છે કે જો તમને લવ થયો હોય અને તમને જે વ્યક્તિને લવ થયો હોય તેમને પણ તમારા જોડે જ થયો હોય અને સહમત હોય ઉપરાંત તમે સાહસિક હોવ અને એક જવાબદાર વ્યક્તિ હોવ તો લવ મેરેજ કરવા જ જોઈએ.. અને હાં તમારો સ્વભાવ બીજા ઉપર જવાબદારી ઢોળી દેવાનો ના હોવો જોઈએ.. તો જ લવ મેરેજ કરવાં. બીજું એટલું કહેવા માંગીશ કે જો તમેં લવ મેરેજ કરવાનું વિચારી રહ્યાં હોવ તો બન્ને વ્યક્તિ એકબીજાની ક્ષમતા અને સહિષ્ણુતાથી અવગત હોવાં જોઈએ.! આ બાબતે અસ્પષ્ટ હોવાથી ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે, અને બીજું કે આ જમાનામાં આ બાબતે જાગૃત રહેવું પણ જરૂરી છે. કોઈ પોતાની ક્ષમતા ખોટી પણ રજૂ કરી શકે આપની સમક્ષ.! આ લવ મેરેજનો મોટો ગેરલાભ છે. માટે માત્ર આકર્ષણથી જ ત્વરિત નિર્ણય લે...