માનવજાતે પશુઓ પાસેથી શીખવા જેવું..!
ખેતરમાં ઘણાં પશુઓ ચરતાં હતાં.
એમાં કેટલાંક ઘેટાં બકરાં હતા તો કેટલીક ભેંસ અને ગાયો તથા કેટલાક બળદ અને ઊંટ પણ હતા.
બધાં પશુઓમાંથી કેટલીક બકરીઓ દુબળી પણ હતી તો કેટલીક અપંગ પણ હતી. કેટલીક બકરીઓ કાળી હતી તો કેટલીક ધોળી અને કેટલીક કાબર-ચીતરી પણ હતી. કેટલીક ગાય રાતી હતી કેટલીક ધોળી પણ હતી. કેટલીક ભેંસ કાળી હતી તો કેટલીક ભુરી પણ હતી. કેટલીક ભેંસ શીંગડે ખાંડી હતી તો કેટલીક પૂછડે બાંડી હતી. આમ દરેક પશુઓ વિભિન્ન હતાં છતાં એમને ચરવાની સંપૂર્ણ સ્વતંત્રતા અને સમાન તક હતી. કુદરતે દરેક પશુને પોતાના પેટ પ્રમાણે ક્ષમતા અને ચરવાની સમાન તક આપી હતી. આટલાં પશુઓમાં એકપણ પશુ પોતાના રંગભેદને લઈને ઝગડતાં નહતા. એકપણ પશુ પોતાની દુબળી પરિસ્થિતિ કે અપંગતા ને લઈને કુદરત પાસે વધુ માંગ કરતાં નહતા. એકપણ પશુ એકબીજાને વર્ણભેદને લીધે ઝગડતાં નહતા તથા તમે નીચ કે અમે ઊંચ એમ કહેતા નહતા. કોઈ અપંગ પશુ અન્ય પશુના ભાગનું માંગતા નહતા.
કુદરતે દરેક જીવને પેટ આપ્યું છે તો દરેકને પેટ ભરવાની ક્ષમતા પણ આપી જ છે. જે આળસ કરશે તેને ઓછું મળશે જ્યારે વધુ મહેનત કરશે એમને પોતાની મહેનત પ્રમાણે વધુ મળે.
મારા મતાનુસાર કથિત બુદ્ધિશાળી માનવજાતે આ પશુઓ પાસેથી કઈંક શીખવા જેવું છે.
આભાર.
✍️ ભરત સોનગરા 'માટી'
ખૂબ જ સરસ 👌👌💐💐
ReplyDeleteસોનાની ની નગરીના રાજા😊
આભાર. જય દ્વારકાધીશ 🙏
Deleteખૂબ જ સરસ લખ્યું છે ભરતભાઈ 👌
ReplyDeleteખૂબ ખૂબ આભાર.
DeleteWah
ReplyDeleteThank you bhai
Deleteવાહ ભરતભાઈ
ReplyDeleteખૂબ જ સરસ
ખૂબ ખૂબ આભાર
Deleteવાહ ભરતભાઈ... ખુબજ સરસ
ReplyDelete