જીવનમાં પ્રેમ જરૂરી છે, પ્રેમનું પ્રદર્શન નહીં..!

આજે ત્રણ વર્ષ પહેલાની એક ઘટના અહીં તાજી કરવા માગું છું.

અમેં દ્વારકાના દરિયા કિનારે સાંજે બેઠાં હતાં. સાંજનું ટાણુ હતું, ઘૂઘવતા સમુદ્રની લહેરો અને પવનની લહેરકીઓની મોજ માણી રહ્યા હતાં ત્યાં થોડી જ વારમાં એક પ્રેમી જોડું અમારી આગળ આવ્યું અને થોડે દુર જ્યાં લહેરો આવતી હતી ત્યાં આવીને પાણીમાં મજા મસ્તી કરી રહ્યું હતું.. એ એમની મસ્તીમાં હતા અને અમે અમારી. સૂર્યાસ્તનો સમય હતો, અમેં એ સોનેરી નજારો નિહાળવામાં વ્યસ્ત થઈ ગયા અને એ લોકો ફોટોગ્રાફીમાં મૂંઝાઈ ગયાં હતાં. મારું ધ્યાન પણ ક્યારેક એમની ફોટોગ્રાફી પ્રવૃત્તિમાં પડતું હતું.. બન્ને જણ અલગ અલગ પોઝ આપી એકબીજાના ફોટો ક્લિક કરતાં અને એ યાદગાર પળોને કેમેરામાં કેદ કરતાં હતાં. પછી બન્ને સેલ્ફી ક્લિક કરતાં હતાં એમાં મારાં ધ્યાનમાં આવ્યું કે સેલ્ફી ક્લિક કરતી વેળાએ એ બન્ને લોકો એકબીજાનો હાથ પકડી લેતાં, અને જેવો ફોટો ક્લિક કરી લે એટલે એકબીજાનો હાથ છોડી દેતા..!! પછી અંધારું થયું એટલે એ લોકો પણ બેસી ગયા અને ક્લિક કરેલા ફોટોઝ જોઈ રહ્યા હતા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં હતા. મેં પણ મારા ફોનમાં સોશિયલ મીડિયામાં એ લોકેશન પરની રિસેન્ટ પોસ્ટ જોવી શરૂ કરી, એમાં એ લોકોના ફોટા જોવા મળ્યા. એટલે મેં એમાં કમેન્ટ કરી કે, "બસ આ ફોટોમાં જેમ એકબીજાનો હાથ પકડી રાખ્યો છે, તેમ આજીવન હાથ પકડી રાખજો... એવું ના બને કે દુનિયાને દેખાડવા પૂરતો હાથ પકડીને પછી જેમ ફોટો ક્લિક કર્યા પછી અચાનક હાથ છોડી દીધો એમ છોડી દો..!!" બસ આ કમેન્ટ પછી હું બ્લૉક થઈ ગયો. ત્યારે કદાચ મારી આ વાત એમને ખૂબ કડવી લાગી હશે, અને લાગવી પણ જોઈએ.! 

આ ઘટના આજે ફરી તાજી કરવાનું મુખ્ય કારણ એ છે કે, આજથી થોડા દિવસ આગાઉ એમની id માંથી મને એક મેસેજ આવ્યો કે હવે અમે બન્ને અલગ થઈ ગયા છીએ..! મને તો યાદ પણ નહતું એટલે મેં પૂછતાં એમણે એ ઘટના યાદ કરાવી અને મને યાદ આપાવ્યું, પણ એ ભાઈ મારા એ કમેન્ટમાં લખેલ શબ્દોને ભૂલ્યા નહતા. મને કહે "એમણે મારો હાથ ત્યારે જેમ છોડ્યો હતો એમ આજે સાથ પણ છોડી દીધો."  મેં કહ્યું ભાઈ, "જીવનમાં પ્રેમ જરૂરી છે, પ્રેમનું પ્રદર્શન નહીં."

આજકાલ લોકો પ્રેમ ઓછો કરે છે અને પ્રેમનું પ્રદર્શન વધુ કરે છે. બીજાને ખૂબ ખુશ દેખાડવામાં ખુદ હકીકત ભૂલી જાય છે. જ્યારે તમે આવી સ્થિતિમાં હોવ ત્યારે તમેં સત્યને અવગણી શકશો પણ સત્ય ક્યારેય ભૂલી નહીં શકો. જેમ એ ભાઈ મારી કમેન્ટ નથી ભૂલી શક્યો..!

પ્રેમ કરો, પ્રેમથી રહો અને મજા કરો. દેખાડો કરવામાં હકીકતના ભુલાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું.


✍️ Bharat Sonagara 'Matee'


(માહિતી ગોપનીય રાખવી જરૂરી હોય, અમારા વિશે કે એમનાં વિશે કોઈ પ્રશ્ન કરવા નહિ.)

Comments

  1. વાહ એ દિવસ યાદ આવી ગયો આપડે મળ્યા ત્યારે બી એવું થયેલ.. 😊 ઈશ્વર ઇતિહાસ રિપીટ ન કરે એવી પ્રાર્થના એ ક્યૂટ કપલ માટે

    ReplyDelete
    Replies
    1. ત્યારે એટલો ટાઈમ નહતો આપણી પાસે એટલે આ ઘટનાની ચર્ચા મેં નહતી છેડી. મને ત્યારે પણ યાદ આવી ગયું હતું.

      Delete
    2. 👌👌👌👌👌👌👌👌👌👌

      Delete

Post a Comment

Popular posts from this blog

માનવજાતે પશુઓ પાસેથી શીખવા જેવું..!

લગ્ન માટે પાત્ર પસંદગીમાં મૂંઝવતા પ્રશ્નો ભાગ-1